ઘરે બનાવો સ્વાદિષ્ટ ભાખરવડી

ઘરે બનાવો સ્વાદિષ્ટ ભાખરવડી રેસિપી :
બાળકોને સ્કૂલમાં નાસ્તામાં આપવા રોજ અવનવી વાનગીઓની જરૂર પડતી જ હોય છે. આજકાલ બધાં બજારમાંથી જ આ નાસ્તા લાવી આપતા હોય છે, પરંતુ એ મોંઘા બહુ પડે છે. ઘરે નાસ્તા બનાવવાથી બાળકના સ્વાસ્થ્યને લઈને પણ કોઈ પ્રશ્ન રહેતો નથી.

મિનિ ભાખરવડી સામગ્રી :
Bhakharavadi એક કપ મેંદો, બે ટીસ્પૂન બેસન, બે ટીસ્પૂન આમલીની ચટણી, એક ટીસ્પૂન નારિયે ળની છીણ, એક ટીસ્પૂન ખસખસ, એક ટીસ્પૂન તલ, બે ટીસ્પૂન ખાંડ, એક ટીસ્પૂન ધાણાજીરું,એક ટીસ્પૂન વરિયાળીનો પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું .અડધી ટીસ્પૂન . જીરું, પા ટીસ્પૂન હળદર, પા ટીસ્પૂન સૂંઠ,પા ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, ચપટી અજમો, તળવા માટે તેલ.

રીત:
(A)સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ અંદર બે ટેબલસ્પૂન તેલ લો. ત્યારબાદ અંદર ચપટી અજમો, મીઠું અને બેસન નાખો. આ બધી જ વસ્તુઓને મિક્સ કરી થોડું-થોડું પાણી ઉમેરતા જાઓ અને થોડો કડક લોટ બાંધો. લોટને ઢાંકીને 15-20 મિનિટ સુધી સેટ થવા મૂકી દો.

(B) આ દરમિયાન ભાખરવડીનો મસા લો બનાવી લો. મિક્સરના જારમાં તલ, નારિયેણની છીણ, ખાંડ, ધાણાજીરું, વરિયાળીનો પાવડર, જીરું, લાલ મરચું, મીઠું, હળદર, સૂંઠ અને ગરમ મસાલો લઈ બરાબર ક્રશ કરી લો.

(c) લોટ સેટ થઈ જાય એટલે હાથમાં થોડું તેલ લ ગાવી લોટને મસળીને લોટના ગોળા બનાવી લો. ત્યારબાદ તેને પાતળી રોટલી ની જેમ ચોરસ વણી લો. ત્યારબાદ તેને વચ્ચેથી કાપી બે ભાગ કરો. ઉપર થોડી-થોડી ચટણી લગાવી મસાલો લગાવવો.કિનારી પર ચટણી કે મસાલો ન લગાવવો. ખાલી જગ્યામાં થોડું-થોડું પાણી લગાવી લો. ત્યારબાદ તેનો રોલ બનાવી લો અને કિનારીને પેક કરી રોલ કરીને થોડો પાતળો કરો. બાકીના લોટ માંથી આવા રોલ બનાવી અડધા-અડધા સેમીના ટુકડા કરી બધા જ પીસને હાથથી થોડા દબાવી પ્લેટમાં મૂકી દો.

(D) હવે અડધો કલાક તેને હવામાં થોડીવાર ખુલ્લી રહેવા દો. ત્યારબાદ તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. ભાખ રવડી તળવા માટે તેલ મિડિયમ ગરમ જોઇએ. ભાખરવડી મિડિયમ અને લો ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન તળી લો.તૈયાર છે સ્વાદિષ્ટ મિનિ ભાખરવડી. પોસ્ટ વાચીને શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *