આરોગ્ય સારુ રાખવા માંગતા હોય તો વાંચી લો આરોગ્યના સૂત્રો

આરોગ્યના સૂત્રો:

જે ખાય ભાજી, તેની તબિયત તાજી.
જે ખાય મગ, તેના જોરમાં ચાલે પગ.
તુલસીના પાન, દિલમાં લાવે જાન.
શિયાળામાં તલ, શરીર કરે ખડતલ.
અળવીના પાન, સુંદર બનાવે વાન.
ચહાને બદલે ચણા, તો જીવે ઘણા.
ખાંડના બદલે ગોળ, તો હાથમાં આવે જોર.
ડી બ્રેડ અને પાઉં, તબિયત કરે ચાઉં.
ભેળપુરી, ભાજીપાઉં, તબિયત કરે ચાઉં આને બદલે રાબ, તો વધે રુઆબ.
જો ખાય વાસી ભજિયા, તો પેટમાં થાય કજિયા.
રોટલા, કોળ, ફળ ને ભાજી, રોજ ખાનારની તબિયત તાજી.
તાજી મીઠી મોળી છાશ, ભોજન અંતે પીજો ખાસ.
મહેનત કરીને હકનું ખાય, તેને કદી રોગ થાય.
જેનો બગડ્યો ઝાડો, તેનો બગડ્યો દહાડો.
જળ, માટી ને ખુલ્લી હવા, કુદરતની એ ઉત્તમ દવા.
હરડે, બહેડા, આમળા ને ચોથી ચીજ ગળો, તેનું સેવન જે કરે, વ્યાધિ તેની ટળો.
ડાબે પડખે લેટવું, જમ્યા પછી ઘડીવાર, અને દિવસે ના ઊંઘશો.
જમો ન વારંવાર . 1 મેંદા બેસનનું ફરસાણ, પેટમાં કરે ધમસાણ.

નૉૅધ: અનુસરવા ડોક્ટર ની સલાહ લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *