
નવું વર્ષ 2020 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં 31 ડિસેમ્બર પહેલાં તમારે કેટલાંક જરૂરી પતાવવા પડશે. તેમાંથી એક જરૂરી કામ આધાર કાર્ડને પેન કાર્ડ સાથે લિંક કરવાનું છે. હકીકતમાં સરકારે 31 ડિસેમ્બર 2019 સુધી તેને લિંક કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. તેનો અર્થ જો તમે 31 ડિસેમ્બર સુધી તમારા પેન કાર્ડને આધાર સાથે લિંક ન કર્યુ તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

PAN Card લિંક ન કરવા પર થશે આ નુકસાન:
પેન કાર્ડને આધાર સાથે લિંક ન કરાવા પર તમારી મુશ્કેલી વધી જશે. ઇનકેમ ટેક્સની ધારા 139-AA અંતર્ગત તમારુ પેન કાર્ડ રદ્દી થઇ જશે. પેન કાર્ડ લિંક ન થવાની સ્થિતિમાં ઓનલાઇન ITR ફાઇલ કરવામાં મુશ્કેલી થશે. તમારુ ટેક્સ રિફંડ અટકી શકે છે.

આ ઉપરાંત જ્યારે તમે કોઇ ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શન કરશો તો તે સમયે પેનનો ઉપયોગ નહી કરી શકો. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે ગત વર્ષે સરકારે 11.44 લાખ પેન કાર્ડ અથવા તો બંધ કર્યા છે કા તો તેને નિષ્ક્રિયની કેટેગરીમાં નાખી દીધાં છે. જણાવી દઇએ કે પહેલાં આ સમય મર્યાદા 30 સપ્ટેમ્બર 2020 સુધી હતી જેને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે વધારીને 31 ડિસેમ્બર કરી હતી.

PAN Card ને આધાર સાથે લિંક કરવાની Process:
- સૌપ્રથમ તમારુ એકાઉન્ટ નથી બન્યું તેથી પહેલાં પોતાને રજીસ્ટર કરો.
- આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ (www.incometaxindiaefiling.gov.in) પર જાઓ.
- વેબસાઇટ પર ઓપ્શન ‘આધાર લિંક’ પર ક્લિક કરો.
- લૉગઇન કર્યા બાદ તમારા એકાઉન્ટની પ્રોફાઇલ સેટિંગમાં જાઓ.
- પ્રોફાઇલ સેટિંગમાં તમને આધાર કાર્ડ લિંક કરવાનો ઓપ્શન મળશે, તેને સિલેક્ટ કરો.
- અહીં આપવામાં આવેલા સેક્શનમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ નાંખો.
- વિગતો આપ્યા બાદ નીચે દેખાતા ઓપ્શન ‘લિંક આધાર’ ઓપ્શન પર ક્લિક કરો. તે બાદ તમારુ આધાર લિંક થઇ જશે.