😋 આલૂ કટોરી ચાટ 😋

ચાટ નું નામ પડે અને મોઢા માં પાણી ના આવે એવું બને જ નઈ ને! ચાલો આજે જોઇશુ થોડી અલગ પ્રકાર ની ચાટ બનાવની રેસીપી , આ રેસીપી બનાવ માં તમને થોડી મેહનત પડશે પણ ખાવા ની બહુ જ માજા પડશે એની ગેરેન્ટી। આજે આપણે બનાવીશુ આલૂ કટોરી ચાટ…. ચાલો સામગ્રી અને રીત જોઈ લઈએ.

સામગ્રી:
બટેકા ૨-૩ ( વધારે ઓછા કરી શકો),
૨ ચમચી – કોર્ન ફ્લોર,
મીઠું,
ચાટ મસાલો,
જીણી સમારેલી ડુંગળી,
જીણું સમારેલું ટામેટું,
જીણી સમારેલી કાચી કેરી,
કોથમીર,
નાયલોન સેવ,
દાડમ ના દાણા

રીત:
સૌ પ્રથમ એક વાસણ માં સાદું પાણી લઇ અને ..બટેકા ની ખમણી લો, ખામણાંય જાય એટલે હાથ થી ધોઈ અને ..પા ણી નિતારી બીજા વાસણ માં લઇ લો, હવે ફરી થી સાદું પાણી લો તેમાં ફરી થી છીણ નાખી ધોઈ અને બધું જ પાણી. નિતારી લો એક પ્લેટ માં છીણ કાઢી લો , હવે તેમાં ઉપર પેપર નેપકીન થી ધીમે ધીમે પ્રેસ કરો જેથી વધારા નું પાણી રહી ગયું હોય તો આવી જાય.હવે તેમાં કોર્ન ફ્લોર નાખી અને મિક્સ કરી લોહવે ચા ગાળવાની ગયણી લઇ તેમાં છીણ નાખી અને બરાબર શેપ આપી દો.હવે એક પેન માં પેલે થી તેલ ગરમ કરવા ….મૂકી દેવું તેમાં તરત આ ગયણી મૂકી દો અને છીણ લાઈટ બ્રાઉન કલર નું થાય ત્યાંસુધી તળી લો અને એક પ્લેટ માં કાઢી લોહવેછીણ ની કટોરી એક પ્લેટ માં લઇ તેમાં ઉપર,ડુંગળી, ટામેટું ,મીઠુંચાટ મસાલો , કાચી કેરી, લીંબુ નો રસ , કોથમીર, સેવ બધું નાખી દો. બસ તૈયાર છે તમારી આલૂ કટોરી ચાટ.

નોંધ:
બટેટા તમારે જેટલી કટોરી બનાવી હોય તે પ્રમાણે લેવાઅગાઉ થી કટોરી માં મસાલો ભરી ને ના રાખો, નઈ તો પોચી પડી જશે।જયારે ખાવી હોય ત્યારે જ બનાવો કટોરી અગાઉ થી બનાવી રાખી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *