
- ચણાના લોટના પકોડા સ્વદિષ્ટ બનાવવા માટે તેમા ઝીણી સમારેલી મેથી થોડુ લસણ નાખો.
- ઢોકળા કે ઈદડાંનો સ્વાદ વધારવા તેને બાફવા મુકતા પહેલા તેના પર સાંભાર મસાલો ભભરાવો.
- ચણાની દાળના ખમણ નરમ બનાવવા તેમા બનાવતી વખતે લેમન ફ્રૂટ સોલ્ટ નાખો.
- કોઈપણ લોટની વાનગી બનાવતી વખતે તેમા ગરમ-ગરમ ઘી-તેલનું જ મોણ નાખશો વાનગી વધુ સ્વાદિષ્ટ બનશે.
- ઘરે મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમા થોડું પાણી છાંટે દો, ઘી સારુ બનશે.

- ભરેલા કેપ્સિકમ જલ્દી અને ઓછા તેલમાં બનાવવા હોય તો તેને બનાવતા પહેલા અડધો કલાક ગરમ પાણીમાં રહેવા દો.
- ઢોકળાને નરમ બનાવવા તેમા આથો આપતી વખતે મલાઈ મિક્સ કરશો તો ઢોકળા પોચા બનશે.
- મરચાં સમાર્યા બાદ થતી બળતરાને ઓછી કરવા માટે હાથ પર થોડુંક દહીં અથવા હળદર ઘસી લો તેનાથી બળતરા શાંત થઈ જશે.
- શાક બાફયું હોય તો તેના પાણીને ફેંકી દેવા કરતાં તેને તમારા ઘરના છોડમાં રેડો. છોડને તે પાણીમાંથી જરૂરી એવા પોષક તત્વો મળી રહેશે.
- પૂરીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે તેમાં ચારથી પાંચ સ્લાઈસ પલાળેલી બ્રેડ નાંખી દો.
- હવાઈ ગયેલા ચવાણાને ઓવનમાં જરા બેક કરવાથી, ભીનાશ દૂર થઈ જશે.
- ઢોકળાનું કે આથાવાળું ખીરું વધેલું હોય તો તેને પ્લાસ્ટીકના ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકવાથી ખટાશ પડતી નથી.