
આયુર્વેદમાં કેળાને ઉર્જાવર્ધકઅને શક્તિવર્ધક માનવામાં આવ્યું છે. પાકા કેળા ઉપરાંત કાચા કેળા ખાવા પણ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે લાભદાયી બને છે. પણ આજે આપણે કેળાના જે પ્રયોગ વિશે વાત કરવા છીએ તેનાવિશે તમે ભાગ્યેજ સાંભળ્યું હશે આ ફાયદા અદભુત છે .અનિંદ્રાથી પીડાતા લોકો માટે પણ ઉપયોગી છે કેળાની ચા આથી જે લોકો અનિદ્રાથી પીડા તા હોય તો તેને આ પ્રયોગ ચોક્કસ કરવો જોઈએ.અહીં અમે કેળાના એક ઔષધિય પ્રયોગ વિશે વાત કરવાના છીએ જે ઉપયોગમાં લેવું તદ્દન સરળ છે અને ઊંઘ ન આવવાથી પીડાતા લોકો માટે રામબાણ ઈલાજ છે.કેળા જેટલી જ ગુણકારી છે તેની છાલ પરંતુ લોકો કેળાની છાલ ફેંકી દેતા હોય.
કેળામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે એટલે તેનાથી હાડકાંને ખૂબ જ મજબૂતી મળે છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે, કેળાની છાલ પણ ગુણોનો ખજાનો છે.પૂરતી ઊંઘ-તાજગી અપાવશે કેળાનો આ ઉપયોગકેળાની છાલમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. આ બંને નર્વસ સિસ્ટમને રિલેક્સ કરીને ઊંઘ લાવવામાં મદદરૂપ હોય છે. જો તમને રાતે ઊંઘ ન આવવાની તકલીફ હોય તો ઊંઘતા પહેલા નીચે પ્રમાણે વિધિથી છાલ સહિત કેળાની ચા બનાવીને પીવો. આનાથી ન માત્ર સારી ઊંઘ આવશે પણ સવારે વધારે ફ્રેશનેસ અનુભવશો.
કેવી રીતે બનાવવીઆના માટે એક નાનું પાકું કેળા ઉપરાંત તજનો એક નાનકડો ટુકડો અને એક કપ પાણી જોઈશે. પાણીમાં તજ નાખી તેને સારી રીતે ઉકાળી લો. કેળાને તેની છાલ સાથે નાના-નાના ટુકડામાં કાપી લો અને ઉકળતા પાણી માં નાખી દો. 10 મિનિટ સુધી હળવા તાપે ઉકાળો અને બાદ માં તેને ગાળીને ચાની જેમ પી જાઓ.
ડાયાબિટીસના દર્દીઓ આ ચાનો પ્રયોગ ન કરવો જોઈએ જે લોકોને રાતે ઊંઘ ન આવવાની સમસ્યા હોય તે લોકોને આના થી જરૂર લાભ થશે. આ ઉપરાંત જેમને રાતે વારંવાર ઊંઘ તૂટી જવાની તકલીફ હોય તેમના માટે આ પીણું લાભદાયી છે. જો તમે ડાયાબિટીસના દર્દી હોય તો આનો ઉપયોગ ન કરો.
નૉૅધ: અનુસરવા ડોક્ટર ની સલાહ લેવી.