માઇગ્રેનની સમસ્યાથી પીડાઇ રહ્યા હોય તો, ભૂલથી પણ ન ખાતા આટલી વસ્તુઓ

આજ-કાલની દોડભાગના જીવનમાં માથુ દુખવું એ સામાન્ય સમસ્યા બની ગઈ છે, જો આ સમસ્યા જ્યારે ગંભીર બની જાય ત્યારે તેને માઇગ્રેન કહેવાય છે. માઇગ્રેનનો દુખાવો માથાના એક ભાગમાં થાય છે, જેને સહન કરવો ખૂબજ મુશ્કેલ થઈ જાય છે. એટલે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ જ ઉત્તમ છે

ઉપરાંત આ સમયે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી માઇગ્રેનના દુખાવામાં વધારો પણ થઈ શકે છે. આજે અમે જણાવી રહ્યા છીએ કેટલીક વસ્તુઓ વિશે, જેનાથી દૂર રહેવાથી માઇગ્રેનના દુખાવાને રોકી શકાય છે.

  • માઇગ્રેનના દર્દીઓએ ચીઝનું સેવન ન કરવું જોઇએ. ચીઝમાં સેચુરેટેદ ટાયરામાઇન હોય છે, જે દુખાવાને વધારી શકે છે.
  • નૉન-વેજ વસ્તુઓમાં પણ એવાં તત્વો હોય છે, જેનાથી માઇગ્રેનનો દુખાવો વધી શકે છે. જેથી તેનું સેવન ન કરવું જોઇએ.
  • પેક્ડ ફૂડમાં એવા પદાર્થ હોય છે જેનાથી માઇગ્રેનનો દુખાવો ઘણી હદે વધી શકે છે.
  • કૉફીમાં રહેલ કૈફીનથી પણ માઇગ્રેનનો દુખાવો ઘણા અંશે વધી શકે છે.
  • વધારે ચોકલેટનું સેવન કરવાથી પણ માઇગ્રેનનો અટેક આવી શકે છે.
  • દહીં, સંતરાં, લીંબુ, કિવી વગેરે ખાટી વસ્તુઓના સેવનથી પણ માઇગ્રેનનો દુખાવો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *