બીજુ બધુ સાઇડમાં મુકીને આ રીતે કરો પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ, સ્કીન રહેશે એકદમ મસ્ત

બજારમાં મફતના ભાવે મળતી પેટ્રેલિયમ જેલીના છે અઢળક ફાયદા

શિયાળો આવતાં જ શરીરની અંદર અને શરીરની બહાર સમસ્યાઓ શરૂ થઈ જતી હોય છે એટલે કે ફ્લુની તકલીફ, શરદી, ઉધરસ વિગેરે શરૂ થઈ જતાં હોય છે જ્યારે શરીરને બહારથી એટલે કે શરીરની ત્વચા પણ રુક્ષ બની જતી હોય છે જેની સંભાળ લેવા માટે ટીવી પર આવતી કોલ્ડક્રીમ કે પછી વિન્ટર લોશન વિગેરેની એડથી આકર્ષાઈને આપણે મોંઘેરી મોઇશ્ચરાઇઝર ક્રીમ લઈ આવતા હોઈએ છે અને ખુબ જ ચાવથી તેમને ત્વચા પર લગાવતા હોઈએ છે.

પણ જો તેની જગ્યાએ તમે મેડીકલ સ્ટોર કે પછી કરિયાણાની દુકાને મળતી પેટ્રોલિયમ જેલીની પાંચ રૂપિયાની ડબ્બી પણ લાવશો તો તે પણ તમારી ત્વચાને અઢળક લાભ પહોંચાડે છે. આ પેટ્રોલિયમ જેલીની ખાસિયત એ છે કે તેના માટે કોઈ પણ એજ બાર નથી જેમ કોસ્મેટિકની દુકાનમાં મળતી ક્રીમો મોટાઓ માટે અલગ હોય છે, સ્ત્રીઓ માટે અલગ હોય છે, પુરુષો માટે અલગ હોય છે તો બાળકો માટે પણ અલગ હોય છે. પણ પેટ્રોલિયમ જેલીથી તમે ઘરના બાળકોથી લઈને વડીલો સુધીની ત્વચાને પોષણ આપી શકો છો.

શિયાળાના ઠંડા અને શુષ્ક વાતાવરણના કારણે ડ્રાઈ થઈ જતી સ્કીનને રાહત આપે છે પેટ્રોલિયમ જેલી

શિયાળામાં મોંઘેરી ક્રીમો કે મોઇશ્ચરાઇઝર લગાવવાની જગ્યાએ જો પેટ્રોલિયમ જેલી લગાવવામાં આવે તો તે તમારી ત્વચાને શુષ્ક વાતાવરણથી બચાવી રાખે છે. આ ઉપરાંત તમે તેનો ઉપયોગ ફાટેલી એડીઓ પર પણ કરી શકે છો તેનો નિયમિત પ્રયોગ તમારી એડીને થોડાંક જ દિવસમાં સુંવાળી બનાવી દેશે.

નાના બાળકોને થતી ખજવાળમાં રાહત આપે છે પેટ્રોલિયમ જેલી

પેટ્રોલિયમ જેલી તાજા જન્મેલા બાળકો અને સાવજ નાનકડા બાળકોને જે શરૂઆતમાં ખજવાળની તકલીફ રહે છે તે દૂર કરે છે. જો કે તમારે તાજા જન્મેલા બાળક પર પેટ્રોલિયમ જેલી ન લગાવવી જોઈએ તેમના જન્મના ત્રણ મહિના બાદ શરીર પરની ખજવાળ દૂર કરવા માટે તમે તેનો પ્રયોગ કરી શકો છો.

ઘાને ઝડપથી રુઝ આવે તે માટે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ

તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ પેટ્રોલિયમ જેલીનો ઇતિહાસ ઘણો લાંબો છે છેલ્લા 150 વર્ષથી તે બજારમાં સામાન્ય માણસો માટે ઉપલબ્ધ છે. જે માત્ર સામાન્ય લોકોને જ નહીં પણ ડોક્ટરોને પણ પસંદ છે. પેટ્રોલિયમ જેલીને તાજા ઘા પર લગાવવાથી તે જલદી રુઝાવા લાગે છે કારણ કે તે એક રીતે તમારા ખુલ્લા ઘાને સીલ કરી દે છે જેથી કરીને તે વિવિધ જાતના ઇન્ફેક્શનથી બચી શકે છે. તેનાથી ઘાના નિશાન પણ ઝાંખા પડી જાય છે.

ડાયપરને કારણે થતાં રેશેસમાં પણ આપે છે રાહત
ડાયપર પહેરતાં નાના બાળકોને હંમેશા આ સમસ્યા રહે છે અને માતાઓને તેની ચિંતા પણ રહ્યા કરે છે. એકધારું ડાયપર પહેરી રાખવાથી બાળકોને થાપા પર લાલ ચકામાં પડી જાય છે અને ઘણીવાર તેમને બળતરા પણ થતી હોય છે જેના માટે તમને ડોક્ટર દ્વારા રેશિસની ક્રીમ પણ લખી આપવામાં આવે છે પણ આ જ સમસ્યા તમે પેટ્રોલિયમ જેલીથી પણ દૂર કરી શકો છો. પેટ્રોલિયમ જેલીની ખાસ વાત એ છે કે તેમાં કોઈ પણ જાતનું પ્રિઝર્વેટીવ નાખવામાં નથી આવતું. આ ઉપરાંત તમે જે કોઈ ક્રીમનો ઉપયોગ તમારી ત્વચા માટે કરો છો તેમાં થોડા-ઘણાં અંશે તો પેટ્રોલિયમ જેલી આવેલી જ હોય છે.

સોરાયસિસ અને એક્ઝિમામાં ત્વાચાથી બેક્ટેરિયાને દૂર રાખવામાં મદદ કરે છે પેટ્રોલિયમ જેલી

પેટ્રોલિયમ જેલીને ત્વચા પર લગાવવાથી બાહ્ય નુકસાનકાર તત્ત્વોથી તમારી ત્વચાને રક્ષણ મળે છે. સોરાયસિસ અને એક્ઝિમાં જેવા રોગમાં ત્વચામાં બેક્ટેરિયા ઘુસીને ત્વચાને વધારે નુકસાન ન પહોંચાડે તે માટે પેટ્રોલિયમ જેલી લગાવવાની હોય છે. તેનાથી ફાટેલી ત્વચા સિલ થઈ જવાથી ત્વચામાં બેક્ટેરિયા પ્રવેશી નથી શકતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *