તમારા UPI પિનથી પણ થઈ શકે છે ફ્રોડ, બચવા માટે ધ્યાનમાં રાખો આ બાબતો

ભારત સરકાર દેશમાં ડિજિટલ પેમેન્ટ પર જોર આપી રહી છે. વર્ષ 2021 સુધી દેશમાં ડિજિટલ પેમેન્ટ ચાર ગણું કરવા સરકારનું લક્ષ્‍ય છે. ભારતમાં લોકો ડિજિટલ પેમેન્ટ માટે UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસનો ખુબ જ ઉપયોગ કરે છે. તેના મારફતે દર મહિને કરોડો રૂપિયાનું પેમેન્ટ થઈ રહ્યું છે. પણ યુપીઆઈ પેમેન્ટ કરતાં તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. તેના લાભની સાથે નુકસાન પણ છે.

દેશમાં ટેક્નોલોજી વધતાં ઓનલાઈન ફ્રોડનાં કિસ્સાઓમાં પણ વધારો થયો છે. હેકર્સ લોકો સાથે ઠગાઈ કરવા અવનવી તકનીકો અપનાવી રહ્યા છે. તો યુપીઆઈ સર્વિસનો સુરક્ષિત ઉપયોગ કરવા માટે કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે. નહીંતર તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થતાં વાર નહીં લાગે. તો જાણો સુરક્ષિત રહેવાની આ જરૂરી બાબતો.

તમારો યુપીઆઈ પિન એટીએમ પિનની જેમ જ હોય છે. એટલા માટે તમારો યુપીઆઈ પિન કોઈની પણ સાથે શેર ન કરો. આમ કરવા પર ઠગો તેને દુરઉપયોગ કરી શકે છે. તમે ફોનમાં ફક્ત વેરિફાઈડ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરો. નુકસાન પહોંચાડનાર એપ્લિકેશન તમારા ફોનમાંથી પર્સનલ ઈન્ફોર્મેશન ચોરી શકે છે. તેમાં પેમેન્ટ સાથે સંકળાયેલી માહિતી પણ સામેલ છે. અને યુપીઆઈ પેમેન્ટ માટે ભીમ યુપીઆઈ જેવી સુરક્ષિત એપ્લિકેશનનો જ ઉપયોગ કરો. જો કોઈ વેબસાઈટ કે ફોર્મમાં યુપીઆઈ પિન નાખવા માટે લિંક આપવામાં આવે તો આવી વેબસાઈટથી બચજો.

અને યુપીઆઈ પિનનો ઉપયોગ ફક્ત પૈસા મોકલવા માટે જ થાય છે. એટલે કે એવી સ્કીમ કે જેમાં તમને એમ કહેવામાં આવે કે તમારો યુપીઆઈ પિન નાખો અને તમને મળશે આટલાં પૈસા.. તો આવી ઓફરથી સચેત રહેજો. કેમ કે, આવી ઓફર્સ એક ફ્રોડ હોય શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *