જામફળની સીઝનમાં જામફળનું જ્યુસ બનાવવાની રેસિપી વાંચો

નાના બાળકો ની બર્થડે પાર્ટી હોય કે પછી નાના બાળકો માટે કોલ્ડ્રીક બનાવવાનું હોય તો ફ્રેશ ગ્વાવા જ્યુસ એ એક સૌથી બેસ્ટ વિકલ્પ છે.

સામગ્રી :
– ૫ નંગ જામફળ મીડીયમ સાઈઝ ના
– ૫-૬ ચમચી ખાંડ
– ૧ ચમચી સંચળ
– પાણી જરૂર મુજબ
– જામફળનું જ્યુસ બનાવવાની રેસિપી

સ્ટેપ :
1) સૌપ્રથમ એક મિકસર જાર મા જમરૂખ ના ટુકડા કરી ને લો, એમાં ખાંડ અને સંચળ પાઉડર ઉમેરો, થોડુ પાણી ઉમેરી ક્રશ કરી લો.
2) હવે એક વાસણ લઈ એમાં ચાળણી થી આ જયુસ ગાળી લેવું જેથી બી નીકળી જાય જરૂર મુજબ પાણી ઉમેરવું.
3) એક ડીશ મા લાલ મરચુ અને સંચળ પાઉડર મિક્ષ કરી લેવું, એક ગ્લાસ લઈ એની કોર પર જયુસ લગાવી મસાલા માં બોળવું ગ્લાસ મા જ્યુસ લઈ સર્વ કરવુ.

નોંધ :
– નાના બાળકો માટે હોય તો લાલ મરચુ નહી વાપરવું. ખાંડ જમરૂખ ની મિઠાશ પ્રમાણે ઓછી વધારે કરી શકાય.
– તમે તમારી સગવળતા મુજબ સફેદ જામફળ અથવાતો લાલ જામફળનું પણ જ્યુસ બનાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *