ગોળકેરી અથાણું બનાવવાની રેસીપી વાંચવા અહીં ક્લિક કરો

ગોળ-કેરી અથાણું સામગ્રી:

4 kg રાજાપુરી કાચી કેરી,
200 gm ખારેક,
2 kg ગોળ,
1.250 kg ખાંડ

સંભાર માટે:
3 કપ તેલ,
500 ધાણા ના કુરિયા,
100 gm મેથીના કુરિયા,
2 ટેબલ સ્પૂન રાય ના કુરિયા,
300 gm લાલ મરચું, તીખું ભાવતું હોય તો મરચું વધુ નાખી શકાય,
100 gm મીઠું,
2 ટેબલ સ્પૂન હિંગ,
4 ટેબલ સ્પૂન હળદર.

વઘાર માટે:
1 કપ તેલ,
100 gm વરિયાળી,
20 આખા લાલ મરચા,
8 તમાલપત્ર,
25 દાણા મરી ના,
1 ટેબલ સ્પૂન હિંગ.

સંભાર માટે પદ્ધતિ:
એક વાસણ માં સંભાર માટેનું તેલ ગરમ કરી તેમાં હિંગ નાખો, પછી ધાણાના કુરિયા નાખી 1 મિનિટ હલાવી મેથીના અને રાય ના કુરિયાનાખી મિક્સ કરોપછી મીઠું અને હળદર નાખી મિક્સ કરો, ગેસ બંધ કરી નીચે ઉતારી લાલ મરચું એડ કરી ને બરા બર મિક્ષ કરી લો..ખારેક ને 4 કલાક માટે પાણી માં પલાળી રાખવી, એકદમ ફૂલી જશે.કેરી ની છાલ ઉતારી અડધા ઇંચ ના ટુકડા કરી લો અને હળદર અને બહુ થોડા મીઠામાં રગ દોળી લો, રસાદાર જોઈએ તો પાણી નહીં કાઢવાનું, હું નથી કાઢતી, પણ જો લચકા જેવી જોઈએ તો થોડું ખાટું પાણી કાઢી લેવું,પછી એક તપેલા માં કેરી, સંભાર, ગોળ, ખાંડ અને ખારેક લઇ હાથેથી જ મિક્સ કરો,બીજે દિવસે સવાર થી તપેલા પર કપડું બાંધી તડકે મૂકી રાખો, સાંજે નીચે ઉતારી લેવું, રાત આખી રહેવા દેવું.સવારે એક વાસણ માં વઘારનું તેલ ગરમ કરી તેમાં હિંગ નાખવી, પછી વરિયાળી, મરી, તમા લપત્ર અને આખા લાલ મરચાં નાખી વઘાર તપેલામાં રેડી દેવો, પછી સરખું હલાવી સાવ ઠંડુ પડે એટલે એર ટાઈટ બરણી માં ભરી લેવું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *