
કોરોના (Corona) ઝડપથી ફેલાઈ રહ્યો છે, એ સાથે તકેદારીના પગલાંને કારણે કાબુમાં પણ આવી રહ્યો છે. હાલની સ્થિતિ પ્રમાણે તેને ફેલાતો અટકાવવો મુશ્કેલ બન્યો છે. પરંતુ કોરોના (Corona)નો ચેપ જણાયો હોય એ પછી સાજા થયા હોય એવા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. પરિણામે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 68,670 દર્દી કોરોના (Corona) થયા પછી સાજા થઈ ગયા છે. ભારત (India)માં પણ અત્યાર સુધીમાં કોરોના પોઝિટીવ જણાયા પછી ચાર દર્દી રિકવર થયા છે. જ્યાંથી કોરોનાનો ઉદ્ભવ થયો એ ચીનમાં જ 70 ટકાથી વધારે દર્દી કોરોનાથી સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં ચીનમાં 80 હજારથી વધુ કોરોનાના દરદી નોંધાયા છે અને તેમાંથી 62 હજારથી વધારે સાજા થઈ ચૂક્યા છે.
કોરોના (Corona) થી આટલા સમયમાં આવે છે રિકવરી
સામાન્ય રીતે કોરોનાનો ચેપ જણાયા પછી અમુક દિવસથી માંડીને દોઢ મહિના સુધીના સમયમાં દર્દી રિકવર થઈ શકે છે. એ પણ હકીકત છે કે કોરોનાની સારવાર શોધાઈ નથી. માટે કોરોનાગ્રસ્ત દરદી કઈ રીતે સાજા થાય છે એ એક કોયડો છે. પરંતુ ડોક્ટરોના કહેવા પ્રમાણે કોરોનાની અસર જણાય એ વખતે જ તેના વિવિધ લક્ષણોની સારવાર શરૂ કરી દેવામાં આવે તો રોગને આગળ વધતો અટકાવી શકાય છે. એ માટે સામાન્ય શરદી થઈ હોય ત્યારે કરવામાં આવતી હોય એવી સારવાર જ કરવામાં આવે છે.
ઈઝરાયલે કોરોના (Corona) ની રસી બનાવવાનો કર્યો છે દાવો
વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાઇરસે આખી દુનિયામાં પ્રકોપ ફેલાવ્યો છે. કોરોનાથી સમગ્ર વિશ્વ ભયભીત છે તેવા સમયે ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેણે કોરોના વાઇરસ જેવી જીવલેણ બીમારી માટે રસી શોધી લીધી છે. એટલું જ નહીં કહેવાય છે કે ટૂંક સમયમાં આ રસી બધા જ સંક્રમિત દેશોને મોકલવામાં આવે તેવી સંભાવના છે. અહેવાલ મુજબ ઈઝરાયેલની ઈન્સ્ટિટયૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચના વૈજ્ઞાાનિકોએ દાવો કર્યો છે કે તેમણે આ ખતરનાક બીમારીનો તોડ કાઢી લીધો છે.
કોરોના (Corona) ની રસીને ટૂંક સમયમાં સત્તાવાર માન્યતા
કોરોનાની રસી બનાવી લેવાઈ છે અને તેને ટૂંકમાં જ સત્તાવાર માન્યતા પણ મળી જશે. બીજીબાજુ ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી નેફટાલી બિનેટનું કહેવું છે કે અમારા વૈજ્ઞાનિકો કોરોના વાઇરસ પર સંશોધન કરીને વાઇરસનું નેચર સમજ્યા છે. સાથે જ કોરોના વાઇરસના જૈવિક તંત્ર અંગે પણ ઝિણવટપૂર્વક અભ્યાસ કરી તેની ઓળખ કરવામાં સફળતા મેળવી લીધી છે.
અમેરિકામાં કોરોના (Corona) નાને કારણે 37નાં મોત
અમેરિકામાં પણ કોરોના (Corona) ના કારણે 37 લોકોના મોત થયા છે જ્યારે 1300થી વધુ લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. કોરોના વાઇરસના પ્રકોપને ધ્યાનમાં રાખતાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 1 મહિના સુધી યુરોપના તમામ અમેરિકન પ્રવાસો પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુરોપીયન દેશોએ અમેરિકાના આ પગલાંની ટીકા કરી છે.
દુનિયામાં 1,26,273 લોકો કોરોના (Corona) ની ઝપેટમાં
સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા પ્રકોપના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. સમગ્ર દુનિયામાં 1,26,273 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ચીનમાં અત્યાર સુધીમાં 3,169 લોકોના કોરોનાથી મોત થઈ ગયા છે. અને 80,796 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જોકે, ચીનમાં નવા કન્ફર્મ કેસોની સંખ્યામાં આવેલા ઘટાડાને ધ્યાનમાં લેતાં ચીને 16 અસ્થાયી હોસ્પિટલો બંધ કરી દીધી છે.
ઈટાલીમાં કોરોના (Corona) થી 1000 લોકોનાં મોત
ચીનની બહાર કોરોનાનો સૌથી વધુ પ્રકોપ ઈટાલી અને ઈરાનમાં જોવા મળ્યો છે. ઈટાલીમાં કોરોના વાઇરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાથી મોતની બાબતમાં ઈટાલી બીજા ક્રમે અને ઈરાન ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં 1000 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ઈટાલીમાં કુલ 12,462 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
ઈરાનમાં 9,000 લોકો કોરોના (Corona) થી સંક્રમિત
એ જ રીતે ઈરાનમાં કોરોનાના કારણે 354 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈરાનમાં 9,000 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જ્યારે 2,959 લોકોને સારવાર પછી રજા અપાઈ ચૂકી છે. ઈરાનમાં કોરોનાના કારણે મોતના વધતા આંકડાને જોતાં 70 હજાર કેદીઓને અસૃથાયી રીતે છોડી મુકાયા છે. દરમિયાન કોરોના વાઇરસના પ્રકોપના કારણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગભરાઈ ગયા છે. તેમણે આગામી એક મહિના સુધી યુરોપના બધા જ પ્રવાસો પર પ્રતિબંધ મૂકી દીધો છે.
અમેરિકાના 30 રાજ્યોમાં કોરોના (Corona) વાઈરસ પ્રસર્યો
હમણાં કેટલાક સપ્તાહ પહેલાં સુધી કોરોના વાઇરસની હાંસી ઊડાવતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગુરૂવારે ઓવલ ઓફિસમાંથી ખૂબ જ શાંત સ્વરે કોરોના વાઇરસની ગંભીરતા અંગે અમેરિકન નાગરિકોને ચેતવણી આપી અને નવા નિયમોની જાહેરાત કરી હતી. વ્હાઈટ હાઉસમાં ઓવલ ઓફિસમાંથી રાષ્ટ્રને અપાયેલા એક સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે નવા નિયમો શુક્રવારથી લાગુ થશે. અમેરિકાના 30 રાજ્યોમાં કોરોના વાઈરસ પ્રસરી ગયો છે. અમેરિકાના અનેક રાજ્યોએ ઈમર્જન્સી જાહેર કરી દીધી છે. લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકાયો છે, પ્રવાસો અટકાવી દેવાયા છે, કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા કહેવાયું છે. સ્કૂલો-કોલેજો બંધ કરી દેવાઈ છે.
કોરોના (Corona) વાઇરસ વૈશ્વિક કટોકટી
ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપના પ્રવાસ પર અનેક આકરા નિયમોની જાહેરાત કરતાં યુરોપીયન યુનિયન ધુંધવાઈ ઊઠયું હતું. તેણે તુરંત ટ્રમ્પના ‘એકપક્ષી’ નિર્ણયોની ઝાટકણી કાઢતા કહ્યું કે કોરોના વાઇરસ વૈશ્વિક કટોકટી છે. તે એક ખંડ પુરતી મર્યાદિત નથી. આ બીમારીનો સામનો કરવા માટે એકપક્ષી પગલાંના બદલે સહકારની જરૂર છે. સમગ્ર વિશ્વના 110થી વધુ દેશોમાં 1,26,000થી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે. કોરોનાથી સંક્રમિત મોટાભાગના કેસો મુખ્યત્વે ચાર દેશો – ચીન, દક્ષિણ કોરિયા, ઈટાલી અને ઈરાનમાં નોંધાયા છે. યુરોપમાં કોરોનાના એપી સેન્ટર એવા ઈટાલીમાં રેસ્ટોરાં, કાફે અને રિટેલ શોપ્સ ગુરૂવારથી બંધ રાખવા આદેશ કરાયો છે.
3 Comments
720p izle
(December 10, 2020 - 2:58 am)Hello, I enjoy reading all of your post. I wanted to write a little comment to support you. Roxane Sly Jabon
frances lucie
(January 3, 2021 - 2:58 am)I love surfing on your pleasant site
willette mcmillian
(January 4, 2021 - 12:18 pm)I like a very useful article, I like our page and follow it