કોરોના વાયરસથી ચીનમાં હાહાકાર, રોજ સળગાવાય છે ઢગલાબંધ લાશો

બેઇજિંગઃ  દુનિયામાં કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે.આ વાયરસના આતંકથી દુનિયાના અનેક દેશ પ્રભાવિત થયા છે. ચીન દ્ધારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં આ વાયરસના કારણે 600થી વધુ લોકોના મોત થયા છે. જોકે વાસ્તવિકતા આનાથી ઘણી અલગ છે. ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ સ્મશાન ઘાટમાં કામ કરનારા લોકોએ હકીકત બહાર લાવી છે. કોરોના વાયરસથી જ્યાંથી શરૂઆત થઇ હતી તે ચીનના વુહાનમાં કામ કરનારા લોકોએ કહ્યુ કે, કઇ રીતે દરરોજ 100થી વધુ લાશઓ સળગાવવામાં આવી રહી છે.

ચીનના વુહાનમાં કોરોના વાયરસનો આતંક સૌથી વધુ જોવા મળી રહ્યો છે. આખું શહેર લગભગ ખાલી થઇ ચૂક્યું છે. આ વાયરસથી ગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે અને તેમની સારવાર કરાઇ રહી છે.

આ વચ્ચે વુહાનના સ્મશાન ઘાટોમાં કામ કરનારા લોકોએ કહ્યું કે, દરરોજ તેઓ 100થી વધુ લાશોને સળગાવી રહ્યા છે. આ અંગેનો વીડિયો પણ વાઈરલ થયો છે. જેમા વુહાન શહેર પર ધૂમડાના ગોટા છવાઈ ગયેલા જોવા મળે છે. લાશો સળગાવાના કારણે ધૂમાડો થયો હોવાની શક્યતા છે.

ચીનમાં મોટાભાગના લોકોના મૃતદેહને જમીનમાં દાટવામાં આવે છે પરંતુ એક ફેબ્રુઆરીએ ચીનનના નેશનલ હેલ્થ કમિશને આદેશ આપ્યો હતો કે વાયરસથી ગ્રસ્ત લોકોની લાશને સળગાવવામાં આવે જેથી વાયરસ વધુ ફેલાય નહીં.

મારો વિચાર:~એકાંતમાં ક્યારેક તમને પોતાને પણ મળતા રહેજો, તમે પણ એક મળવા જેવા માણસ છો.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *