એકદમ ટેસ્ટી પાપડના સમોસા બનાવવાની રેસીપી નોંધી લો

ચોમાસાની સિઝનમાં આજે તમારી ઘરે બનાવો એકદમ નવીન વેરાયટી અને ઘરના તમામ સભ્યોને ખુશ કરી દયો અને બનાવો ટેસ્ટી પાપડ ના સમોસા.

પાપડના સમોસા બનાવવા જરૂરી સામગ્રી:
એક વાટકી મગ, સ્વાદ પ્રમાણે લાલ મરચું, સ્વાદાનુસાર મીઠું, સાકર, લીંબુના ફૂલ અને ગરમ મસાલો, બે ચમચી તેલ, આઠ દાણા કિસમિસ, ચાર ટુકડા કરેલા કાજુ, પા ચમચી જીરું, તળવા માટે તેલ અને અડદના પાપડ.

પાપડના સમોસા બનાવવા માટેની રીતઃ
મગને છ કલાક નવશેકા પાણીમાં પલાળવા, બરાબર પલળી ગયા બાદ તેને સૂકા જ અધકચરા વાટી લેવા.

ત્યારબાદ થોડું તેલ મૂકી જીરું નાંખી અને તેમાં વાટેલા મગ તથા ઉપરનો બધો મસાલો નાખી બરાબર મિક્સ કરવું. બે મિનિટ બાદ ઉતારી લેવું. ત્યારબાદ અડદના પાપડના ટુકડા કરી પાપડ પર પાણી લગાડીને તેને પાનબીડાની જેમ વાળવું. ત્યારબાદ તેમાં ઉપરનો મગનો મસાલો ભરવો. જો પાણીથી બરાબર ન ચીટકે તો ઘઉંના લોટની પેસ્ટ બનાવીને ચીટકાડવું. પછી તેલ મૂકીને સમોસાને ધીમા તાપે તળી લેવા.
ગરમાગરમ જ ચટણી સાથે પીરસવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *